બુધવાર, 24 માર્ચ, 2021

DUNIYANI SAUTHI MOTI GERSAMAJ | દુનીયા ની સૌથી મોટી ગેરસમજ

 દુનીયા ની સૌથી મોટી ગેરસમજ જયારે નસીબ ચાલે છે,
ત્યારે
લોકો ને ભ્રમ થઇ જાય છે કે તેનું દિમાગ ચાલે છે.



શુક્રવાર, 19 માર્ચ, 2021

Dining Table | डाइनिंग टेबल | ડાઇનિંગ ટેબલ

 

The dining table is not just wooden furniture ...
Is a great organization where family ideas thrive.

डाइनिंग टेबल सिर्फ लकड़ी का फर्नीचर नहीं है ...
एक महान संगठन है जहां परिवार के विचार पनपे हैं । 

ડાઇનિંગ ટેબલ એ ફક્ત લાકડાનું ફર્નિચર નથી ...
એક મહાન સંસ્થા છે જ્યાં કુટુંબના વિચારો ખીલે છે. 

મંગળવાર, 16 માર્ચ, 2021

કચરામાંથી અનાયાસે હીરો મળી જાય તો...

 કચરામાંથી અનાયાસે હીરો મળી જાય તો...

લોકો એ હીરાનો વૈભવ માણવાને બદલે બીજા હીરાની શોધમાં જીવનભર કચરો ફેંદતા રહે છે.


સોમવાર, 15 માર્ચ, 2021

છેલ્લો મુદ્દો | अंतिम मुद्दा | last point

 જે કાગળ પર અભણ નો અંગુઠો લેવાયો ,

એમાં છેલ્લો મુદ્દો હતો કે ,
મેં ઉપર ની બધી શરતો વાંચી છે…!


जिस कागजपे अनपढका अँगूठा लिया गया,
अंतिम मुद्दा था,
मैंने उपरोक्त सभी शर्तें पढ़ ली हैं ...!



The uneducated thumb on the paper,

The last point was,
I have read all the above conditions…!



બુધવાર, 10 માર્ચ, 2021

રાવણ દ્વારા રચિત શિવ તાંડવ સ્તોત્ર | रावण रचित शिव तांडव स्तोत्र | Ravan Rachit Shiv Tandva Stotra

 જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે

ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ ।
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥ 1 ॥

जटाटवीगलज्जल प्रवाहपावितस्थले
गलेऽवलम्ब्य लम्बितां भुजंगतुंगमालिकाम्‌।
डमड्डमड्डमड्डमनिनादवड्डमर्वयं
चकार चंडतांडवं तनोतु नः शिवः शिवम ॥1॥

Jatatavigalajjala pravahapavitasthale
Galeavalambya lambitam bhujangatungamalikam |
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam ||1||


જટાકટાહસંભ્રમભ્રમન્નિલિંપનિર્ઝરી-
-વિલોલવીચિવલ્લરીવિરાજમાનમૂર્ધનિ ।
ધગદ્ધગદ્ધગજ્જ્વલલ્લલાટપટ્ટપાવકે
કિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ ॥ 2 ॥

जटा कटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी ।
विलोलवी चिवल्लरी विराजमानमूर्धनि ।
धगद्धगद्ध गज्ज्वलल्ललाट पट्टपावके
किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं ममं ॥2॥

Jata kata hasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalarai virajamanamurdhani |
Dhagadhagadhagajjva lalalata pattapavake
Kishora chandrashekhare ratih pratikshanam mama ||2||


ધરાધરેંદ્રનંદિનીવિલાસબંધુબંધુર
સ્ફુરદ્દિગંતસંતતિપ્રમોદમાનમાનસે ।
કૃપાકટાક્ષધોરણીનિરુદ્ધદુર્ધરાપદિ
ક્વચિદ્દિગંબરે મનો વિનોદમેતુ વસ્તુનિ ॥ 3 ॥

धरा धरेंद्र नंदिनी विलास बंधुवंधुर- स्फुरदृगंत संतति प्रमोद मानमानसे । कृपाकटा क्षधारणी निरुद्धदुर्धरापदि कवचिद्विगम्बरे मनो विनोदमेतु वस्तुनि ॥3॥ Dharadharendrana ndinivilasabandhubandhura Sphuradigantasantati pramodamanamanase | Krupakatakshadhorani nirudhadurdharapadi Kvachidigambare manovinodametuvastuni ||3||


જટાભુજંગપિંગળસ્ફુરત્ફણામણિપ્રભા કદંબકુંકુમદ્રવપ્રલિપ્તદિગ્વધૂમુખે । મદાંધસિંધુરસ્ફુરત્ત્વગુત્તરીયમેદુરે મનો વિનોદમદ્ભુતં બિભર્તુ ભૂતભર્તરિ ॥ 4 ॥ जटा भुजं गपिंगल स्फुरत्फणामणिप्रभा- कदंबकुंकुम द्रवप्रलिप्त दिग्वधूमुखे । मदांध सिंधु रस्फुरत्वगुत्तरीयमेदुरे मनो विनोदद्भुतं बिंभर्तु भूतभर्तरि ॥4॥ Jata bhujan gapingala sphuratphanamaniprabha Kadambakunkuma dravapralipta digvadhumukhe | Madandha sindhu rasphuratvagutariyamedure Mano vinodamadbhutam bibhartu bhutabhartari ||4||

સહસ્રલોચનપ્રભૃત્યશેષલેખશેખર પ્રસૂનધૂળિધોરણી વિધૂસરાંઘ્રિપીઠભૂઃ । ભુજંગરાજમાલયા નિબદ્ધજાટજૂટક શ્રિયૈ ચિરાય જાયતાં ચકોરબંધુશેખરઃ ॥ 5 ॥ सहस्र लोचन प्रभृत्य शेषलेखशेखर- प्रसून धूलिधोरणी विधूसरांघ्रिपीठभूः । भुजंगराज मालया निबद्धजाटजूटकः श्रिये चिराय जायतां चकोर बंधुशेखरः ॥5॥ Sahasra lochana prabhritya sheshalekhashekhara Prasuna dhulidhorani vidhusaranghripithabhuh | Bhujangaraja malaya nibaddhajatajutaka Shriyai chiraya jayatam chakora bandhushekharah ||5||

લલાટચત્વરજ્વલદ્ધનંજયસ્ફુલિંગભા- -નિપીતપંચસાયકં નમન્નિલિંપનાયકમ્ । સુધામયૂખલેખયા વિરાજમાનશેખરં મહાકપાલિસંપદેશિરોજટાલમસ્તુ નઃ ॥ 6 ॥ ललाट चत्वरज्वलद्धनंजयस्फुरिगभा- निपीतपंचसायकं निमन्निलिंपनायम् । सुधा मयुख लेखया विराजमानशेखरं महा कपालि संपदे शिरोजयालमस्तू नः ॥6॥ Lalata chatvarajvaladhanajnjayasphulingabha Nipitapajnchasayakam namannilimpanayakam | Sudha mayukha lekhaya virajamanashekharam Maha kapali sampade shirojatalamastu nah ||6||

કરાલફાલપટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ- દ્ધનંજયાધરીકૃતપ્રચંડપંચસાયકે । ધરાધરેંદ્રનંદિનીકુચાગ્રચિત્રપત્રક- -પ્રકલ્પનૈકશિલ્પિનિ ત્રિલોચને મતિર્મમ ॥ 7 ॥ कराल भाल पट्टिकाधगद्धगद्धगज्ज्वल- द्धनंजया धरीकृतप्रचंडपंचसायके । धराधरेंद्र नंदिनी कुचाग्रचित्रपत्रक- प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने मतिर्मम ॥7॥ Karala bhala pattikadhagaddhagaddhagajjvala Ddhanajnjaya hutikruta prachandapajnchasayake | Dharadharendra nandini kuchagrachitrapatraka Prakalpanaikashilpini trilochane ratirmama ||7||

નવીનમેઘમંડલી નિરુદ્ધદુર્ધરસ્ફુરત્- કુહૂનિશીથિનીતમઃ પ્રબંધબંધુકંધરઃ । નિલિંપનિર્ઝરીધરસ્તનોતુ કૃત્તિસિંધુરઃ કળાનિધાનબંધુરઃ શ્રિયં જગદ્ધુરંધરઃ ॥ 8 ॥ नवीन मेघ मंडली निरुद्धदुर्धरस्फुर- त्कुहु निशीथिनीतमः प्रबंधबंधुकंधरः । निलिम्पनिर्झरि धरस्तनोतु कृत्ति सिंधुरः कलानिधानबंधुरः श्रियं जगंद्धुरंधरः ॥8॥ Navina megha mandali niruddhadurdharasphurat Kuhu nishithinitamah prabandhabaddhakandharah | Nilimpanirjhari dharastanotu krutti sindhurah Kalanidhanabandhurah shriyam jagaddhurandharah ||8||

પ્રફુલ્લનીલપંકજપ્રપંચકાલિમપ્રભા- -વિલંબિકંઠકંદલીરુચિપ્રબદ્ધકંધરમ્ । સ્મરચ્છિદં પુરચ્છિદં ભવચ્છિદં મખચ્છિદં ગજચ્છિદાંધકચ્છિદં તમંતકચ્છિદં ભજે ॥ 9 ॥ प्रफुल्ल नील पंकज प्रपंचकालिमच्छटा- विडंबि कंठकंध रारुचि प्रबंधकंधरम् स्मरच्छिदं पुरच्छिंद भवच्छिदं मखच्छिदं गजच्छिदांधकच्छिदं तमंतकच्छिदं भजे ॥9॥ Praphulla nila pankaja prapajnchakalimchatha Vdambi kanthakandali raruchi prabaddhakandharam | Smarachchidam purachchhidam bhavachchidam makhachchidam Gajachchidandhakachidam tamamtakachchidam bhaje ||9||

અગર્વસર્વમંગળાકળાકદંબમંજરી રસપ્રવાહમાધુરી વિજૃંભણામધુવ્રતમ્ । સ્મરાંતકં પુરાંતકં ભવાંતકં મખાંતકં ગજાંતકાંધકાંતકં તમંતકાંતકં ભજે ॥ 10 ॥ अगर्वसर्वमंगला कलाकदम्बमंजरी- रसप्रवाह माधुरी विजृंभणा मधुव्रतम् । स्मरांतकं पुरातकं भावंतकं मखांतकं गजांतकांधकांतकं तमंतकांतकं भजे ॥10॥ Akharvagarvasarvamangala kalakadambamajnjari Rasapravaha madhuri vijrumbhana madhuvratam | Smarantakam purantakam bhavantakam makhantakam Gajantakandhakantakam tamantakantakam bhaje ||10||

જયત્વદભ્રવિભ્રમભ્રમદ્ભુજંગમશ્વસ- -દ્વિનિર્ગમત્ક્રમસ્ફુરત્કરાલફાલહવ્યવાટ્ । ધિમિદ્ધિમિદ્ધિમિધ્વનન્મૃદંગતુંગમંગળ ધ્વનિક્રમપ્રવર્તિત પ્રચંડતાંડવઃ શિવઃ ॥ 11 ॥ जयत्वदभ्रविभ्रम भ्रमद्भुजंगमस्फुर- द्धगद्धगद्वि निर्गमत्कराल भाल हव्यवाट्- धिमिद्धिमिद्धिमि नन्मृदंगतुंगमंगल- ध्वनिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवः शिवः ॥11॥ Jayatvadabhravibhrama bhramadbhujangamasafur Dhigdhigdhi nirgamatkarala bhaal havyavat | Dhimiddhimiddhimidhva nanmrudangatungamangala Dhvanikramapravartita prachanda tandavah shivah ||11||

દૃષદ્વિચિત્રતલ્પયોર્ભુજંગમૌક્તિકસ્રજોર્- -ગરિષ્ઠરત્નલોષ્ઠયોઃ સુહૃદ્વિપક્ષપક્ષયોઃ । તૃષ્ણારવિંદચક્ષુષોઃ પ્રજામહીમહેંદ્રયોઃ સમં પ્રવર્તયન્મનઃ કદા સદાશિવં ભજે ॥ 12 ॥ दृषद्विचित्रतल्पयोर्भुजंग मौक्तिकमस्रजो- र्गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः । तृणारविंदचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समं प्रवर्तयन्मनः कदा सदाशिवं भजे ॥12॥ Drushadvichitratalpayor bhujanga mauktikasrajor Garishtharatnaloshthayoh suhrudvipakshapakshayoh | Trushnaravindachakshushoh prajamahimahendrayoh Sama pravartayanmanah kada sadashivam bhajamyaham ||12||

કદા નિલિંપનિર્ઝરીનિકુંજકોટરે વસન્ વિમુક્તદુર્મતિઃ સદા શિરઃસ્થમંજલિં વહન્ । વિમુક્તલોલલોચનો લલાટફાલલગ્નકઃ શિવેતિ મંત્રમુચ્ચરન્ સદા સુખી ભવામ્યહમ્ ॥ 13 ॥ कदा निलिंपनिर्झरी निकुजकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरःस्थमंजलिं वहन्। विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मंत्रमुच्चरन्कदा सुखी भवाम्यहम्॥13॥ Kada nilimpanirjhari nikujnjakotare vasanh Vimuktadurmatih sada shirah sthamajnjalim vahanh | Vimuktalolalochano lalamabhalalagnakah Shiveti mantramuchcharan sada sukhi bhavamyaham ||13||

નિલિમ્પ નાથનાગરી કદંબા મૌલમલિકા- નિગુમ્ફનિર્ભકરણમ્ ધુṣિકમનહરા। તનોતો ન મનોમદમ વિનોદિનીમહનિષમ્ પરીરાયા પર. પદા તદાગજતદ્રે સીયા 14. निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका- निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः । तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं परिश्रय परं पदं तदंगजत्विषां चयः ॥14॥

પ્રચંડ વડવાનલ પ્રભાશુભા પ્રચરાણી મહાસ્તસિદ્ધિમિની જનવાહુત જલ્પના। વિમુક્ત વામ લોચનો વિવાહકાલિકધ્વનિ:। શિવેતિ મધુષગો જગજ્યા जायતામ્ ॥15॥ प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना । विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम् ॥15॥

ઇમં હિ નિત્યમેવમુક્તમુત્તમોત્તમં સ્તવં પઠન્સ્મરન્બ્રુવન્નરો વિશુદ્ધિમેતિસંતતમ્ । હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ્ ॥ 16 ॥ इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तम स्तवं पठन्स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति संततम्। हरे गुरौ सुभक्तिमाशु याति नांयथा गतिं विमोहनं हि देहना तु शंकरस्य चिंतनम ॥16॥ Imam hi nityameva muktamuttamottamam stavam Pathansmaran bruvannaro vishuddhimeti santatam | Hare gurau subhaktimashu yati nanyatha gatim Vimohanam hi dehinam sushankarasya chintanam ||16||

પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં યઃ શંભુપૂજનપરં પઠતિ પ્રદોષે । તસ્ય સ્થિરાં રથગજેંદ્રતુરંગયુક્તાં લક્ષ્મીં સદૈવ સુમુખિં પ્રદદાતિ શંભુઃ ॥ 17 ॥ पूजाऽवसानसमये दशवक्रत्रगीतं यः शम्भूपूजनमिदं पठति प्रदोषे । तस्य स्थिरां रथगजेंद्रतुरंगयुक्तां लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः ॥17॥ Puja vasanasamaye dashavaktragitam Yah shambhupujanaparam pathati pradoshhe | Tasya sthiram rathagajendraturangayuktam Lakshmim sadaiva sumukhim pradadati shambhuh ||17||


#shivratri #mahadev #shiva #shiv #bholenath #mahakal #mahashivratri #harharmahadev #mahakaal #shivshakti #india #kedarnath #junagadh #bhole #har #shivshankar #ke #mahakaleshwar #shivay #lordshiva #shambhu #omnamahshivaya #adiyogi #bholebaba #shivbhakt #god #bhavnath #krishna #shivji #begujrati 

રવિવાર, 7 માર્ચ, 2021

Mahashivrati - મહા શિવરાત્રિ

          શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર "મહા શિવરાત્રિ"નું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે.

ચૌદશની તિથિના સ્વામી શિવ :-
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રતિપદા વગેરે સોળ તિથિઓના અગ્નિ વગેરે દેવતા સ્વામી હોય છે તેથી જે તિથિના જે દેવતા સ્વામી હોય છે, તે દેવતાનું એ તિથિમાં વ્રત અને પૂજન કરવાથી તે દેવતાની વિશેષ કૃપા ઉપાસકને પ્રાપ્ત થાય છે. ચૌદશની તિથિના સ્વામી શિવ છે અથવા શિવની તિથિ ચૌદશ છે તેથી આ તિથિની રાત્રિએ વ્રત કરવાના કારણે આ વ્રતનું નામ ‘શિવરાત્રિ’ હોવું એ એટલું જ ઉચિત છે. એટલા માટે દરેક માસની વદ પક્ષની ચૌદશે શિવરાત્રિનું વ્રત થાય છે. જેને માસશિવરાત્રિ વ્રત કહે છે. શિવભક્ત તો દરેક વદ ચૌદશની તિથિનું વ્રત કરે છે, પરંતુ મહા માસની વદ ચૌદશની અર્ધરાત્રિમાં ‘શિવલિંગતયોદ્ભૂતઃ કોટિસૂર્ય સમપ્રભઃ ’ - ઈશાન સંહિતાના આ વચન અનુસાર જ્યોર્તિલિંગનો પ્રાદુર્ભાવ થવાથી આ પર્વ મહાશિવરાત્રિના નામથી વિખ્યાત થયું. આ વ્રત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને પુરુષ તેમજ આબાલવૃદ્ધ વગેરે સઘળા કરી શકે છે.

વ્રતનું મહત્ત્વ :-
શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે.

ઉપવાસ અને રાત્રિ જાગરણ શાને ?
ઋષિ-મર્હિષઓએ સમસ્ત આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં ઉપવાસને મહત્ત્વપૂર્ણ માન્યું છે. ગીતા (૨/૫૯)ની આ ઉક્તિ ‘વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ’ અનુસાર ઉપવાસ એ વિષયની નિવૃત્તિનું એક અચૂક સાધન છે તેથી આધ્યાત્મિક સાધના માટે ઉપવાસ કરવો એ પરમ આવશ્યક છે. ઉપવાસની સાથે રાત્રિ જાગરણના મહત્ત્વ પર ગીતા (ર) ૬૯)નું આ કથન ખૂબ જ જાણીતું છે. ‘યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાર્ગિત સંયમી ’ આ કથનનું તાત્પર્ય એ થાય છે કે ઉપવાસ વગેરે દ્વારા ઈન્દ્રિયો અને મન પર નિયંત્રણ કરનાર સંયમી વ્યક્તિ જ રાત્રિએ જાગીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ થઈ શકે છે તેથી શિવઉપાસના માટે ઉપવાસ અને રાત્રિ જાગરણ ઉપરાંત કયું અન્ય સાધન યોગ્ય હોઈ શકે છે ? રાત્રિપ્રિય શિવની સાથે મુલાકાત કરવાનો સમય રાત્રિ સિવાય અન્ય કયો હોઈ શકે છે ? આ સઘળાં કારણોને લક્ષમાં લઈ આ મહા વ્રતમાં વ્રતીજન ઉપવાસની સાથોસાથ રાત્રિના જાગરણ કરી શિવની પૂજા કરે છે.

પૂજાવિધિ :-
શિવપુરાણ અનુસાર વ્રતી પુરુષે પ્રાતઃ કાળે ઊઠીને સ્નાન - સંધ્યા વગેરે કર્મમાંથી નિવૃત્ત થઈ મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષમાળા ધારણ કરી શિવાલયમાં જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન અને શિવને નમસ્કાર કરવા જોઈએ. હાથમાં પુષ્પ, અક્ષત, જળ વગેરે લઈને સંકલ્પ કરવો જોઈએ. દિવસભર શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો જોઈએ. યથાશક્તિ ફળાહાર ગ્રહણ કરી રાત્રિપૂજન કરવું એ ઉત્તમ છે.

મહાશિવરાત્રિ પર્વનો સંદેશ :-
ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદ્ભુત સમન્વય અને ઉત્કૃષ્ટ સદ્ભાવ ધરાવે છે તેથી આ શિક્ષણનો બોધ ગ્રહણ કરીને વિશ્વકલ્યાણના મહાન કાર્યમાં જોડાઈ જવું જોઈએ. શિવ અર્ધનારીશ્વર હોવા છતાં પણ કામવિજેતા છે. ગૃહસ્થ હોવા છતાં પરમ વિરકત છે, હળાહળનું પાન કરવાના કારણે નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે, રિદ્ધિ - સિદ્ધિઓના સ્વામી થઈ તેમનાથી વિલગ છે, ઉગ્ર હોવા છતાં પણ સૌમ્ય છે, અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે, ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર એ બંને તેમનાં આભૂષણ છે, મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે. તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવીને એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે. તેનાથી વિશ્વને સહઅસ્તિત્વ આપવાવાળું અદ્ભુત શિક્ષણ પ્રાપ્ત થાય છે. તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતીક હોવાના કારણે એ સૌને માટે પૂજનીય છે. જે રીતે નિરાકાર બ્રહ્મ રૃપ, રંગ, આકાર વગેરેથી રહિત હોય છે એવી જ રીતે શિવલિંગ પણ છે. જે રીતે ગણિતમાં શૂન્ય કંઈ પણ ન હોવા છતાં પણ સર્વ કંઈ હોય છે. કોઈપણ અંકની જમણી બાજુએ શૂન્ય મૂકતાં એ અંકનું મૂલ્ય દસ ઘણું થઈ જાય છે, તે રીતે જ શિવલિંગની પૂજાથી શિવ પણ અનુકૂળ બની મનુષ્યને અનંત સુખ અને સમૃદ્ધિ આપે છે.

ॐ ત્ર્યમ્બકંમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ।

ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત ॥


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।

उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥


#mahamrityunjaymantra #mahaShivratri2021 #mahashivratri #shiv #mahadev #MahashivRatriStatus #Bholenath #ShivStatus #statueofshiva #storyoflordshiva #Mahakal 

મંગળવાર, 2 માર્ચ, 2021

अब पहले जेसी मुस्कान कहाँ रही हे ? - કયાં હવે... સ્મિત રહ્યુ છે પે'લા જેવું ?

 કયાં હવે... સ્મિત રહ્યુ છે પે'લા જેવું..

જેવી જરૂર. એટલું જ મલકે છે લોકો.!



अब पहले जेसी मुस्कान कहाँ रही हे ?
जितनी जरूरत उतनाही मुस्कुराते हे लोग !!



#begujrati #Gujarat #India #hindishayari #gujaratishayari #shayari #akhsaykumar

Popular Posts